
Tata Curvv vs Hyundai Creta: ટાટા કર્વ કે હ્યુન્ડાઇ ક્રેટા કઇ કાર શ્રેષ્ઠ? કારની કિંમત અને ફીચર્સ વિશે જાણી નક્કી કરો
Tata Curvv vs Hyundai Creta Comparison: ટાટા મોટર્સે સ્પર્ધાત્મક કિંમતે ટાટા કર્વ આઈસીઇ લોન્ચ કરી સૌથી વધુ વેચાતી મિડ સાઈઝ એસયુવી Hyundai Creta ને પડકાર ફેંક્યો છે.
Tata Curvv vs Hyundai Creta Comparison: ટાટા કર્વ આઈસીઇ લોન્ચ થઇ છે. ટાટા કર્વ આઈસીઆઈ કાર 3 એન્જિન સાથે પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટમાં આકર્ષક કિંમત પર લોન્ચ થઇ છે. ટાટા મોટર્સે સ્પર્ધાત્મક કિંમતે કર્વ લોન્ચ કરીને સૌથી વધુ વેચાતી મિડ સાઈઝ એસયુવી Hyundai Creta ને પડકાર ફેંક્યો છે.
ટાટા કર્વ સિટ્રોએન બેસાલ્ટ પછી મિડ સાઇઝ એસયુવી સેગમેન્ટમાં પ્રવેશનારી બીજી SUV કૂપ છે અને બંને નવી કારની કિંમત તેમના હરીફો કરતાં ઓછી છે. હવે પ્રશ્ન એ છે કે, શું ટાટા કર્વ લાંબા સમયથી વર્ચસ્વ કરનાર હ્યુન્ડાઇ ક્રેટા પછાડી શકશે? હ્યન્ડાઇ ક્રેટા કરતા ટાટા કર્વ કિંમત, ફીચર્સ મામલે કેટલી ખાસ છે ચાલો જાણીયે

Tata Curvv vs Hyundai Creta Price : ટાટા કર્વ vs હ્યુન્ડાઇ ક્રેટા કિંમત
કિંમતના મામલે હ્યુન્ડાઇ ક્રેટા ટાટા કર્વ આઈસીઇ કરતાં વધુ મોંઘી છે. ટાટા મોટર્સે સમજદારીપૂર્વક પેટ્રોલ ડીઝલ સંચાલિત ટાટા કર્વ આઈસીઇ કાર 10 લાખની પ્રારંભિક કિંમતે ઓફર કરી છે જ્યારે હ્યુન્ડાઇ ક્રેટાની પ્રારંભિક કિંમત ટાટ કર્વ કરતાં લગભગ રૂ. 1 લાખ વધુ છે. ભારતીય બજારમાં નવી હ્યુન્ડાઇ ક્રેટાની કિંમત 11 લાખ થી 20.15 લાખ રૂપિયાની વચ્ચે છે.
આ પણ વાંચો | ટાટા કર્વ આઈસીઇ કાર 3 એન્જિન સાથે લોન્ચ, કિંમત 10 લાખથી શરૂ
ફ્યુઅલ વર્ઝન ટાટા કર્વ આઈસીઇ મોડલને 4 વેરિઅન્ટ્સમાં રજૂ કરવામાં આવ્યું છે – સ્માર્ટ, પ્યોર, ક્રિએટિવ અને અકમ્પ્લીશ્ડ. આ તમામ ટ્રીમ મલ્ટિપલ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. Hyundai Creta E, EX, S, S(O), SX, SX Tech અને SX(O) વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો 31મી ઓક્ટોબર સુધી પ્રારંભિક કિંમતે ટાટા કર્વ બુક કરાવી શકે છે. આ માટે બુકિંગ ચાલુ છે. ટાટા કર્વની ડિલિવરી 12મી સપ્ટેમ્બર શરૂ થશે.
Post a Comment